Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનના ઘરમાં ઘૂસી સૂપડા સાફ કરનારા આ ખેલાડીને ICCએ આપ્યું સન્માન

ગત ડિસેમ્બર મહિનામાં ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનને તેના જ ઘરમાં જ ધૂળ ચટાડી દીધી હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ટેસ્ટ સિરીઝમાં 3-0 થી જીત મેળવી હતી. પાકિસ્તાનને તેના જ ઘરમાં જ ક્લીન સ્વીપ કરી દીધુ હતુ. ઈંગ્લીશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટ માં પાછળના વર્ષમાં કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. તેની કેપ્ટનશિપ પણ કમાલની રહી હતી. હવે આઈસીસીએ તેને મોટુ સન્માન પણ
પાકિસ્તાનના ઘરમાં ઘૂસી સૂપડા સાફ કરનારા આ ખેલાડીને iccએ આપ્યું  સન્માન
ગત ડિસેમ્બર મહિનામાં ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનને તેના જ ઘરમાં જ ધૂળ ચટાડી દીધી હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ટેસ્ટ સિરીઝમાં 3-0 થી જીત મેળવી હતી. પાકિસ્તાનને તેના જ ઘરમાં જ ક્લીન સ્વીપ કરી દીધુ હતુ. ઈંગ્લીશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટ માં પાછળના વર્ષમાં કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. તેની કેપ્ટનશિપ પણ કમાલની રહી હતી. હવે આઈસીસીએ તેને મોટુ સન્માન પણ આપ્યુ હતુ. આઈસીસીએ ઈંગ્લીશ ઓલ રાઉન્ડરને વર્ષ 2022 ના માટે શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો હતો.
Advertisement

ઈંગ્લીશ સ્ટાર ઓલરાઉન્ડરે ગત વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં 36.25ની સરેરાશથી 870 રન બનાવ્યા હતા. વળી 31.19 રનની સરેરાશ થી 26 વિકેટ ઝડપી હતી. ઈંગ્લીશ ટીમનો એપ્રોચ સ્ટોક્સની આગેવાનીમાં ટેસ્ટ ક્રિકેટમાં બદલાઈ ગયો હતો.
કેપ્ટન તરીકે પ્રભાવિત કર્યા
ઈંગ્લીશ ક્રિકેટનો અંદાજ સુકાન સંભાળતા જ બદલાવા લાગ્યો હતો. ઈંગ્લીશ ટીમ નુ પ્રદર્શન નબળુ રહ્યુ હતુ. જેના બદલે સ્ટોક્સના સુકાન સંભાળ્યા બાદ જીતના પાટા પર ટીમ ચઢવા લાગી હતી. સ્ટોક્સે ટેસ્ટ ટીમની આગેવાની સંભાળતા જ 10 માંથી 9 મેચમાં જીત અપાવી હતી. પાકિસ્તાનને 3-0 થી હરાવી ખૂબ વાહ વાહી લૂંટનારા સ્ટોક્સે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમોને પણ હાર આપી હતી. ભારત સામેની સિરીઝમાં હારના ખતરાને ટાળીને 2-2 થી બરાબરી કરી લીધી હતી.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં 4 ટેસ્ટ સિરીઝ ગુમાવવી પડી હતી
સ્ટોક્સને સુકાન સોંપવા પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં 4 ટેસ્ટ સિરીઝ ગુમાવવી પડી હતી. 17 જેટલી ટેસ્ટ મેચોમાંથી માત્ર એક જ મેચમાં જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. આમ હારની સહન કરી રહેલી ટેસ્ટ ટીમનુ સુકાન આ સ્થિતીમાં બેન સ્ટોક્સને સોંપવામાં આવ્યુ હતુ. તેણે ટીમમાં ખુદને સાબિત કરવા પૂરા પ્રયાસો કર્યા હતા. સ્ટોક્સે એક બાદ એક સફળતા મેળવવા લાગતા જ ઈંગ્લેન્ડની ટીમ ફરી પાછી જીતના ટ્રેક પર ચઢી હતી.
આવો રહ્યો દેખાવ
વર્ષ 2022 ની વાત કરવામાં આવે તો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે આ દરમિયાન બે શાનદાર સદી નોંધાવી હતી. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં ઓલરાઉન્ડ દેખાવ કરતા એક સદી નોંધાવી હતી અને સિરીઝમાં 10 વિકેટ ઝડપી હતી. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે તેણે સદી નોંધાવી હતી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.